Palanpur Police Suicide: ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, પોલીસ સ્ટાફમાં માનસિક ત્રાસને લઇને એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઇ લીધો છે. આ ઘટનાને સમગ્ર પોલીસ જગત માટે કલંકરૂપ ગણવામા આવી રહી છે. પોતાની સુસાઇટ નૉટમાં પોલીસ કૉન્સ્ટેબલે પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પાલનપુરમાં વિઠ્ઠલ ચૌહાણ નામના પોલીસ કૉન્સ્ટેબલે પોતાના ઘરે જ રાત્રિના સમયે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ આપઘાત કરતાં પહેલા એક સુસાઇટ નૉટ લખી હતી, જેમાં તેને પોતાના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાયાની વાત કરી છે. પોલીસ કૉન્સ્ટેબલે સુસાઇટ નૉટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આ પ્રકારના કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતક પોલીસ કૉન્સ્ટેબલ વિરૂદ્ધ કચ્છમાં પ્રૉહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. હાલમાં પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણના મૃતદેહને પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.

તાપીમાં કલિયુગી દાદા! ૬૦ વર્ષના હવસખોર ડોસાએ ૭ વર્ષની બાળકીને પેપ્સીની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝર તાલુકાના વેલદા ગામની ૭ વર્ષની બાળકી ગામમાં આવેલી એક દુકાન પર કોઈ સામાન લેવા માટે ગઈ હતી. આ દુકાન ૬૦ વર્ષીય દશરથ બદુભાઈ પાડવી નામનો વૃદ્ધ ચલાવતો હતો. આ હવસખોર વૃદ્ધે ઉંમરની પણ લાજ રાખ્યા વિના બાળકીને પોતાની જાળમાં ફસાવી હતી. તેણે બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી અને તેને પોતાના ઘરના ઉપરના માળે લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી અને તેણે પોતાના માતાપિતાને આ ગંદી હરકત વિશે જણાવ્યું હતું. પોતાની દીકરીની વાત સાંભળીને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી દશરથ બદુભાઈ પાડવીને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.