બનાસકાંઠા: બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં અપહરણ અને દુષ્કર્મ કેસમાં બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.  1 ડિસેમ્બરે સાંજે એક ગામમાંથી બે બહેનો દૂધ ભરાવી અને ખેતર તરફ જતી હતી ત્યારે જ કારમાં આવેલ બે શખ્સોએ એક યુવતીનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું. બાદમાં યુવતીને ગઢ પંથકમાં મુકીને ફરાર થઈ ગયા હતા. 


સામુહિક દુષ્કર્મની ઘટના બાદ એલસીબી, એસઓજી અને પેરોફર્લો સહિત અલગ-અલગ 10 ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં એલસીબી અને સ્થાનિક પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે બંન્ને આરોપીની ધરપકડ કરી છે.


રવિવારે સાંજે દાંતીવાડા પંથકના પોતાના ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી યુવતીઓને બે શખ્સોએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. ઇકો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવતીઓ પાસે બીભત્સ માગણીઓ કરી હતી.


બંને યુવતીઓ જીવ બચાવવા દોડતા આરોપીઓએ પીછો કરીને એક યુવતીનું કારમાં અપહરણ કર્યું અને યુવતી પર પાલનપુર તાલુકાના ગઢ નજીક લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નરાધમો યુવતીને  ગઢ પંથકમાં મુકીને ફરાર થયા હતા. હાલ આ મામલે પોલીસે  આરોપીઓને ઝડપી લીધા છે.  




ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા


બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના જણાવ્યા મુજબ એક મહિલા સાથે બે યુવકોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી જાય છે. આ ઘટનામાં ઈકો કારનો ઉપયોગ થયો હોવાની માહિતી મળી હતી. અમારી એલસીબી અને લોકલ પોલીસ ટીમે અંદાજે 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. હ્યુમન રિસોર્સથી તમામ ઈકો ગાડી ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. 


સાંજે સાડા સાત વાગ્યે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું


જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ, અંદાજે સાંજે સાડા સાત વાગ્યે મહિલાનું અપહરણ કર્યું હતું બાદમાં પોલીસને જાણ થઈ હતી. બાદમાં આ રુટમાં તપાસ કરવામાં આવી હતી, મોબાઈલ ટાવરની તપાસ કરવામાં આવી હતી.ઈકો ગાડીઓના રજીસ્ટ્રેશન પણ ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા પણ આ રુટમાં ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. 


GPSCના ચેરમેન હસમુખ પટેલના નામે ગઠિયાઓએ નાણા 'એક કા ચાર'ની સ્કીમ આપી, જાણો વિગતો