અમદાવાદ : હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોંઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ IPS અને GPSCના ચેરમેનના નામે ઠગાઈનો કારસો સામે આવ્યો છે. હસમુખ પટેલના નામ, ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચાયો છે. હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી એક કા ચાર બનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલીગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલીગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 'એક કા ચાર'ની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પૂર્વ IPS હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોના દ્વારા આ લોભામણી જાહેરાત કરવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટ કરી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને કહ્યું કે, "ઠગબાજોથી સાવધાન, પૂર્વ ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર 'એક કા ચાર'ની લોભામણી જાહેરાત કરે છે. તેથી લોકો સતર્ક રહે, સેફ રહે."
હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી