બનાસકાંઠાઃ ભાભરના બોરિયા ગામ નજીકથી ત્યજી દીધેલ બાળક થેલા માંથી મળી આવ્યું છે. અજાણી વ્યક્તિ દ્વારા ત્રણ ચાર દિવસનું બાળક થેલામાં ભરી બાંકડા પર મૂકી ગયું. બાળકનો રડવાનો આવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવી 108ને જાણ કરી. 108 દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને સારવાર માટે ખસેડાયું. ભાભર પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનોનોંધી વધુ તપાસ  હાથ ધરી.


ગઈ કાલે દાહોદમાં ત્યજી દેવાયેલું નવજાતશીશું મળી આવ્યું હતું. નાની ખરજ ગામેથી ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું. નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા બાળકને રોડ ઉપર ત્યજી દીધું. એમ્બ્યુલન્સને અને  પોલીસ પણ ઘટના સ્થળેપ પહોંચી કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોટમ માટે લઈ જવાયો.


AHMEDABAD : ભરૂચના કાંકરિયા ગામમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તન વિવાદ મામલે કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો હાઇકોર્ટ સમક્ષ મુકાઇ છે.ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરને ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી પબ્લિક પ્રોસિક્યુટરને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.


ધર્મ પરિવર્તન  માટે વિદેશથી આવ્યું ફંડ 
ધર્મ પરિવર્તન મામલે 8 આરોપીઓની જામીન અરજી અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં સરકારે જામીન અરજીઓનો વિરોધ કર્યો અને અમુક ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા.જેમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ ખાડી દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને અપાયું હોવાની વિગતો કોર્ટ સમક્ષ મુકાઈ. આ ફંડ આફમી  ટ્રસ્ટ અને બૈતુલ ટ્રસ્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે બાદ બંને ટ્રસ્ટ મારફતે 48 વખત 49000નું ટ્રાન્જેક્શન થયું હતું. 


ધર્મપરિવર્તન માટે કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ નથી થયું 
સુનાવણી દરમિયાન એ પણ મહત્વની વાત સામે આવી છે કે ધર્મ પરિવર્તન બાદ તેમના આધારકાર્ડને તૈયાર કરવાની અને ગેઝેટમાં સુધારવાની કામગીરી સુરતમાં કરવામાં આવતી હતી. સામાપક્ષે આરોપીઓ તરફથી રજૂઆત કરાઈ છે કે, તેમને ધર્મ પરિવર્તનની પ્રક્રિયા કાયદા પ્રમાણે જ કરી છે. જોકે સરકાર દ્વારા રજૂઆત કરાઈ છે કે ધર્મ પરિવર્તન માટે તેમને કલેકટર સમક્ષ રજૂઆત નથી કે કે કોઈ પણ પ્રક્રિયા નથી કરી. 


37 પરિવારના 100 લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું 
ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામે વર્ષ 2021 નવેમ્બર મહિનામાં ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો. જેમાં 37 પરિવારના 100 લોકોને લોભ-લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે બાબતે કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ આરોપી મૌલવીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ આ કેસ સાથે જોડાયેલ અન્ય આરોપીઓએ જામીન માટે અરજી કરી છે. જેનો સરકારે વિરોધ કર્યો છે.