માંગરોળ: તાલુકાના આદિવાસીઓની આસ્થા ધરાવતા બણભા ડુંગર દેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામ છે. મંદિરમાં માતાજીની તેમજ બણભા દેવની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ જગ્યાને ઇકો ટુરિઝમ સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે
આ અંગે વિગતે વાત કરીએ તો, માંગરોળ તાલુકાના ઓગણીશા ગામની સિમમાં બણભા ડુંગર પર બણભા ડુંગર દેવનું મંદિર આવેલું છે. પ્રવશન વિભાગ દ્વારા આ જગ્યાને ઇકો ટુરિઝમ સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. બણભા દેવ ડુંગર આદિવાસીઓમાં ભારે આસ્થા ધરાવતું સ્થાન છે. જોકે કોઈ અસામાજિક તત્વો દ્વારા આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું છે જેને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. 29 તારીખના રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરમાં જઇ બણભા દેવ દાદાની મૂર્તિ તથા અંબા માતાજીની મૂર્તિને કોઈક સાધન વડે તોડી નાખી ખંડિત કરી દીધી હતી. તેમજ મંદિરમાં તોડફોડ કરી હતી.
હવે પછી આવી ઘટના બનવી ના જોઈએ
ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ગઈકાલથી ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ઝંખવાવ પોલીસ તેમજ વન વિભાગની ટીમ પણ આજે ઘટના સ્થળે પહોંચી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ટ્રસ્ટીઓની મિટિંગ પણ મંદિર ખાતે મળી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આજે આ અશોભનીય કૃત્ય કરનારને ચેતવણી પણ આપવામાં આવી હતી કે હવે પછી આવી ઘટના બનવી ના જોઈએ. જોકે સમગ્ર મામલે હાલ ઝંખવાવ પોલીસે ટ્રસ્ટીઓની વાત સાંભળી જાણવા જોગ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થઇ ચૂકી છે, રાત્રિના ઠંડકના મૌસમમાં ચોરી ટોળકી હવે રાજ્યમાં સક્રિય થઇ છે. એક પછી એક ક્રાઇમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે આ જે મોરબીમાંથી ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ તસ્કરો ત્રાટક્યા અને ઘરમાંથી 6 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો ત્રાસ વધ્યો છે. જિલ્લામાં એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે. ખરેખરમાં, જિલ્લાના ખાખરાળા ગામે બે બંધ મકાનના તાળા તુટ્યા હતા, બે ભાઇનો પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ ચોરો કળા કરી ગયા હતા. ચોર ટોળકીએ આ બંધ મકાનનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી 6.14 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘરમાંથી માતાના પેન્શનની બચતના રોકડા 4.50 લાખ રૂપિયા ઉપરાંત અન્ય 11 હજારની રોકડ તથા સોનાના દાગીના સહિતની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ ઘટનાની તપાસ ચાલુ છે.