Morbi Crime News: ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થઇ ચૂકી છે, રાત્રિના ઠંડકના મૌસમમાં ચોરી ટોળકી હવે રાજ્યમાં સક્રિય થઇ છે. એક પછી એક ક્રાઇમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે આ જે મોરબીમાંથી ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ તસ્કરો ત્રાટક્યા અને ઘરમાંથી 6 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 


મળતી માહિતી પ્રમાણે, મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો ત્રાસ વધ્યો છે. જિલ્લામાં એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે. ખરેખરમાં, જિલ્લાના ખાખરાળા ગામે બે બંધ મકાનના તાળા તુટ્યા હતા, બે ભાઇનો પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ ચોરો કળા કરી ગયા હતા. ચોર ટોળકીએ આ બંધ મકાનનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી 6.14 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘરમાંથી માતાના પેન્શનની બચતના રોકડા 4.50 લાખ રૂપિયા ઉપરાંત અન્ય 11 હજારની રોકડ તથા સોનાના દાગીના સહિતની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ ઘટનાની તપાસ ચાલુ છે. 


અમદાવાદમાં ઘરઘાટીની કરામત, માલિક બહાર જવા નીકળ્યાં ત્યારે ઘરમાં ઘૂસીને કરી 10.50 લાખ રૂપિયાની ચોરી


અમદાવાદમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં 10 લાખ રૂપિયાથી વધુની ચોરીની ઘટના ઘટી છે, આ સમગ્ર ચોરીની ઘટનાને ઘરઘાટીએ જ અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ખરેખરમાં, શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ઘરમાં ઘરઘાટીએ પોતાના જ માલિકને ચકમો આપીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે માલિકના ઘરમાં આખો પરિવાર વતન જઇ રહ્યો હતો, તે પહેલા જ ઘટઘાટીએ તકનો લાભ ઉઠાવીને ઘરઘાટી પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસ્યો હતો, અને 10.50 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ, જેમાં સ્પષ્ટ રીતે ઘરઘાટી ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું દેખાઇ રહ્યું છે.


દાહોદમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી રોકડ, દાગીના સહિત લેપટૉપ લઇને ફરાર, માલિક માલિકને પણ માર્યો


દાહોદમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. દાહોદમાં એક સોસાયટીમાં ચોરોએ ચોરી કરવા માટે અનોખી રીત અપનાવી છે, જે ઘરમાં ચોરી કરવાની હતી, જેમાં ઘૂસતા પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાં ઘૂસીને રોકડ રકમ અને સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં ગઇરાત્રે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અનોખી રીત અપનાવી છે. શહેરની મેઘદૂત સોસાયટીમાં ગઇરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, તસ્કરોએ સૌથી પહેલા સોસાયટીના અન્ય ઘરોને બહારથી બંધ કરી દીધા હતા, આ પછી ત્રણ તસ્કરોએ સાસાયટીમાં રેકી કરતાં રહ્યાં હતા, અને ચાર તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી કરવા ગયેલા તસ્કરોએ ઘરમાથી રોકડ રકમ, સોનાના દાગીના અને લેપટૉપની ચોરી ગયા હતા, જોકે, તે સમયે મકાન માલિક જાગી જતાં તસ્કરોએ તેના પર હથોડા વડે હૂમલો કર્યો હતો. રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. 


લગ્નની શરણાઇઓ વચ્ચે ચોરની કરામત, 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ કરી ગાયબ, લગ્ન મંડપમાં દોડધામ


ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, એકબાજુ લોકો લગ્નની મોજ કરી રહ્યાં છે, તો બીજીબાજુ ચોરીની ઘટનાઓ વધી રહી છે, અમદાવાદ બાદ હવે વલસાડમાંથી લગ્ન મંડપમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામના એક ગામમાં લગ્ન વિધિ દરમિયાન 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લામાં એક અનોખી ચોરીની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના નાહુલી ગામમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, લગ્નની શરણાઈઓ વાગી રહી હતા અને આ બધાની વચ્ચે એક ગઠિયો તકનો લાભ લઇને લગ્ન મંડપમાંથી સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ કરી ગયો હતો. જોકે, આ અંગે હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી કે બેગ કોને ગાયબ કરી. નાહુલી ગામમાં દીકરીના લગ્ન પ્રસંગમાં જ્યારે વરપક્ષનો પરિવાર આવ્યો હતો, તે સમયે વરપક્ષના પરિવારની 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ થઇ જતાં લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના બાદ જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો તેમાં એક એક અજાણ્યા વ્યક્તિની શંકાસ્પદ હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ચોરીના ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.