મોરબીઃ વિરપર સેન્ટ્રલ બેંકમા ફરજ બજાવતા યુવાને કામના દબાણમાં આવીને બેંકના બાથરૂમમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 8 નવેમ્બર બાદ દેશમાં બેંક કર્મચારીઓ પર કામનું ભારણ અચાનક વધી ગયું છે. જેના લીધે બેંકમાં કામ કરતા લોકોમાં કામના ભારણને લીધે હતાશા વધી ગઇ છે. સેંટર બેંકમાં કામ કરતા યુવાને કામનું દબાણ સહન ના થતા બાથરૂમમાં જઇને ફીનાઇલ પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર અર્થે ખાનગી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આમ જનતા 500 અને 1000 ની નોટ એક્સચેન્જ કરવા લાંબી લાઇનો લગાવી રહ્યા છે. જેથી બેકના કર્મચારીના કામમાં સતત વધારો થઇ રહ્યો છે. બેંકમાં કામના કલાકોમાં પણ વધારો થયો છે. બેંકમાં સામાન્ય દિવસોમાં 5: 30 વાગ્ય સુધી કામીગીરી થતી હોય છે. જે કરન્સી ક્રાઇસિસ જેવા વાતાવરણમાં 8 વાગ્ય સુધી થાય છે. આવા સંજોગોમાં બેંક કર્મચારીઓમાં હતાશાનું પ્રમાણ વધી રહ્યું છે.