રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને ધમકી આપનાર અને 1 કરોડ રુપિયાની ખંડણીની માંગ કરનાર બનાસકાંઠાના વાવના બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે.  એલસીબી પોલીસ  રેવદરના દાંતરાઈ ગામ  પાસે  બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે. 


બનાસકાંઠા  એલસીબીએ  અને વાવ થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં  ધરપકડ કરવામાં આવી છે.  બટુક મોરારીએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી ધમકી આપી હતી.  બટુક મોરારી વાવના  પ્રખ્યાત કથાકાર છે. 


બટુક મોરારિ નામના બનાસકાંઠાના એક શખ્સે એક મિનિટ અને 49 સેકંડનો વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપી હતી.  સોશલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં આ શખ્સ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પાસે વીડિયો થકી એક કરોડ રૂપિયાની ખંડણી માગતો નજરે પડે છે. ગાદી પર બેસી રહેવું હોય અને અકસ્માતથી બચવું હોય તો પાંચ તારીખ પહેલા એક કરોડ રૂપિયા મોકલાવી આ શખ્સ ધમકી આપે છે.  પોતાનો મોબાઈલ નંબર બોલવાની સાથે પોતાની જાતને આ શખ્સ રામ કથાકાર ગણાવે છે.


બનાસકાંઠાના વાવના  બટુક મોરારીએ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી હતી. જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી આપવામાં આવી હતી.