કચ્છઃ ગુજરાતના જાણીતા તબલા વાદકનું નિધન થયું છે. કચ્છના મોટા રતડીયાના હસિયા ઉસ્તાદનું અવસાન થયું છે. પોતાના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. ઉસ્તાદનું ભજન-સંતવાણીમાં મોટું નામ હતું. નાની ઉંમરે અણધારી વિદાયથી સંતવાણી જગતમાં શોકની લાગણી ફરી વળી છે. 




સુરતઃ સુરતમાં વેક્સિન લેનારને ખાવાનું તેલ ફ્રી આપવામાં આવ્યું. સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલાએ વેકસીન લેનારને તેલ આપ્યું હતું. રસીનો બીજો ડોઝ મુકાવા આવેલા લોકોને મેયરના હસ્તે તેલ વિતરણ કરાયું. મેયર હેમાલી બોગાવાલાએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા મેયરે ખાદ્યતેલ વિતરણ કર્યું.


 


સુરત પાલિકાની રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી સ્કીમ. આજે તમામ સેન્ટર ઉપર બીજો ડોઝ લેનારને એક લિટર તેલ અપાયું. વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દેખાતા પાલિકાએ નવો માર્ગ અપનાવ્યો છે. છ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવાથી સ્કીમ શરૂ કરાઈ.


 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,16,054 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



 


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, કચ્છ 2, નવસારી 2, વડોદરા 2, ભરુચ 1, ગીર સોમનાથ 1, પોરબંદર 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.









 








જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 315  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,16,920  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1655 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13296 નાગરિકોને રસીનો પ્રથમ અને 126529 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38712 નાગરિકોને રસીનો પ્રથમ અને 335852 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,16,054 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,89,52,203 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.