Gujarat Rain Foreast: આ વર્ષે બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેવા જઈ રહ્યું છે, જેનાથી આગામી ચારથી પાંચ દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, જંબુસર, બોડેલી, પાદરા, નડીયાદ, આણંદ અને વડોદરા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એમાં પણ ભયાનક સ્થિતિ સર્જાય નહીં તે માટે સતર્ક રહેવું પડશે.


મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે, જ્યાં ચારથી પાંચ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત અને અન્ય વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં 10-12 ઇંચ વરસાદની આગાહી છે, જે નદીઓમાં પુરની સ્થિતિનું કારણ બની શકે છે.


ઉત્તર ગુજરાતમાં પણ સાવચેત રહેવાની જરૂર છે. લુણાવાડામાં સિસ્ટમની અસર જોવા મળી છે, અને આ સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે. માલધારીઓએ પોતાના પશુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે.


પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જે નદીઓમાં પુરની સ્થિતિ ઊભી કરી શકે છે. સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ફરી ભારે વરસાદ પડી શકે છે.


ભાદરવો ભરપુર રહેવાની સંભાવના છે, 7 થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થશે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, અને 10 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ પડશે.


હવામાન ખાતા અનુસાર, ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી વિદાય લેશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લેવાનું છે.


હવામાન વિભાગની આગાહી



  • સપ્ટેમ્બર: ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ.

  • સપ્ટેમ્બર: ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

  • સપ્ટેમ્બર: કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

  • સપ્ટેમ્બર: મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, અને ડાંગમાં યલો એલર્ટ.

  • સપ્ટેમ્બર: કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ.

  • સપ્ટેમ્બર: નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, વરસાદની તીવ્રતા ઘટશે.

  • સપ્ટેમ્બર: નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.


આ પણ વાંચોઃ


Heavy rain in Bharuch: ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર