Gujarat Rain forecast:હવામાન  વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. રાજ્યભરમાં આજે પણ સાંબેલાધાર વરસાદની (rain) હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે.  26 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને  લઇને  રેડ એલર્ટ આપવામાં આવ્યું છે , તો એક જિલ્લામાં ઓરેન્જ, અને છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


બંગાળમાં સર્જાયેલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. તમામ જિલ્લામાં શ્રીકાર વરસાદની આગાહીને પગલે  26 જિલ્લામાં  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં  મૂશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.


આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ


મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગનું અનુમાન છે.  વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ  જાહેર કર્યુ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે.  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અમદાવાદમાં  પણ 1 દિવસથી રાત દિવસ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા .. કેટલાક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. તો કેટલાક સ્થળો પર વૃક્ષો  ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે. અને રોડ જળમગ્ન થતાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.  અમદાવાદમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે


રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?


રાજ્યના 206 પૈકી 60 જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો  કચ્છ-સૌરાષ્ટ્રના 45 જળાશયો  ઓવરફ્લોની સ્થિતિમાં છે. દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના છ જળાશયો  છલોછલ છે. ધોધમાર વરસાદને પગલે રાજ્યના 103 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે, જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 22 જળાશયો એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર  છે.


આ પણ વાંચો


ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 42 ફ્લાઈટ્સ મોડી પડી