ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલથી લીહોડા વચ્ચે ટ્રક અને ક્રેટા કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ હતી. કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગની જ્વાળાઓમાં કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે.
ક્રેટા કારમાં સવાર ડોક્ટર અને પત્નીનું મોત થયું છે. બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલના ડો. મયુર શાહ પરિવાર સાથે આગમાં ભડથું થયા છે. આગની કરુણ ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલ થી લીહોડા ગામ વચ્ચે આજે બપોરના સમયે આઇવા ટ્રક અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
બાયડ દહેગામ રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ડૉક્ટર દંપતિ આગમાં ભડથું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 09:33 PM (IST)
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગની જ્વાળાઓમાં કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -