ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ નોંધાયા હતા જ્યારે 301 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4410 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું.
રાજ્યમાં અત્યાર સુધી 263116 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.49 ટકા પર પહોંચ્યો છે. હાલ 2363 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 લોકો વેન્ટિલેટર પર અને 2331 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 107, સુરત કોર્પોરેશન 70, વડોદરા કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશન 42, આણંદ 13, કચ્છ 11, વડોદરા 11, ખેડા 10, રાજકોટ 10, મહેસાણા 8, સાબરકાંઠા 7, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશનમાં 6-6 કેસ નોંધાયા હતા.
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ નોંધાયા, 301 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 08:55 PM (IST)
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -