રેડિયો ડાયોગ્નોસીસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે. આ ટેસ્ટ કરાવવો જોઈએ પરંતું આ ટેસ્ટ માટેનો ચોક્કસ તબક્કા હોય છે. કોરોનાની શરૂઆતમાં જ આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી. આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે. કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ થતો નથી. જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શરૂઆતના તબક્કે એચઆરસીટી કરવામાં આવે તો પણ રિપોર્ટ સામાન્ય આવવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે પ્રાથમિક તબક્કે આ ટેસ્ટ સલાહભર્યો નથી.
કોરોના વાઈરસથી ફેફસાંનો કેટલો ભાગ સંક્રમિત છે અને કેટલું નુકસાન થયું છે તે HRCT કોરેડ સ્કોરથી જાણી શકાય છે.
ફેફસાંના કયા ભાગમાં વાઈરસની કેટલી અસર છે તેને આધારે 25 કે 40માંથી સ્કોર અપાય છે. જો 25ના સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી, 8થી 15 વચ્ચે મધ્યમ અને 15થી વધુ હોય તો ગંભીર અસર બતાવે છે.