જોકે આ વર્ષે ઉત્તરાયણને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેનાથી પતંગરસિયાઓ આનંદિત થઈ શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહી શકે છે.
હવામાન વિભાગના કહેવા મુજબ, રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થશે. કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલા અપરએર સર્ક્યુલેશનના કારણે હાલ તાપમાન વધ્યું છે.
ઉત્તરાયણ દરમિયાનના પ્રતિબંધ અને ગાઇડલાઇન
- જાહેર રસ્તા, મેદાન કે અન્ય જાહેર સ્થળો પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ
- નજીકના પરિવારજનો સાથે જ પતંગ ઉડાડવી, કોઇને આંમત્રણ આપવું નહીં
- માસ્ક, સોશિયલ ડિસ્ન્સિંગ અને સેનેટાઇઝર સાથે અગાશી પર પતંગ ઉડાડવી
- ફ્લેટ કે સોસાયટીના રહેવાસી સિવાયની કોઇ વ્યક્તિને અગાશી પર પ્રવેશ નહીં
- અગાશી કે સોસાયટીના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થવાં જોઇએ
- મ્યુઝિક સિસ્ટમ અને ડી.જે. પર પ્રતિબંધ
- ૬૫ વર્ષથી વધુની વયની વ્યક્તિ, કો-મોર્બિડ વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ અને ૧૦ વર્ષની નીચેના બાળકો ઘરમાં જ રહે તે હિતાવહ
- લોકોની લાગણી દુભાય તેવા લખાણ કે ચિત્રોવાળી પતંગ પર પ્રતિબંધ
- ચાઇનીઝ તુક્કલ, કાચના માંજા, પ્લાસ્ટિક માંજા પર પ્રતિબંધ
- પતંગ બજારમાં જતી વખતે કોવિડ ગાઇડલાઇનનું પાલન
- કોવિડ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારે જારી કરેલી વિવિધ ગાઇડલાઇનનું પાલન
- અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ
- ડ્રોન અને સી.સી.ટી.વી. સહિતની ટેકનોલોજી તેમજ વધારાના પોલીસ બંદોબસ્ત દ્વારા સર્વેલન્સ