કોરોના વેક્સિનને લઈ ગુજરાતમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારે 10 વાગ્યાને 45 મિનિટે અમદાવાદ એયરપોર્ટ પર પુણેથી કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો છે. વેક્સીનનો પ્રથમ જથ્થો 3 ટ્રકોમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યો છે.


શ્રીફળ વધેરીને ટ્રકને રવાના કરવામાં આવી હતી. વેક્સીનને મહારાષ્ટ્ર પોલીસની સઘન સુરક્ષા વચ્ચે રવાનો કરવામાં આવ્યો હતી. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હવાઈ માર્ગે વેક્સિન આવશે. તો સુરતમાં રસી પુણેથી બાયરોડ આવશે.

15 લાખથી વધુ ડોઝ એયરપોર્ટ પર ઉતારવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો કે સાંસદોને પહેલા રસી આપવમાં નહીં આવે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કરી દીધું છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટઓફ ઈન્ડિયાને ભારત સરકાર તરફથી વેક્સિન ખરીદી માટે ઓર્ડર આપવામા આવ્યો છે. સરકાર કંપની પાસેથી પ્રત્યેક ડોઝ 200 રૂપિયાની કિંમતે ખરીદશે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી 287 બુથ પર વેક્સીનેશન શરૂ કરાશે.

પીએમ મોદી વીડિયો કૉંફ્રેસથી તમામ બુથ પર વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં વેક્સીનેશન માટે 25 હજાર બુથ તૈયાર કરાયા છે.