અમરેલી: અમરેલીના બાબરા તાલુકાના ગળકોટડી ગામે જ્યાં બે મહિલાએ એક મહિલાને પકડી રાખી અને બાદમાં એક શખ્સે મહિલાને ધોકાથી ઢોર માર માર્યો છે. એટલું જ નહીં મહિલાની બંગડીઓ તોડી તેના માથાના વાળ પણ કાપી નંખાયા છે. મહિલાને તાલિબાની સજાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભોગ બનનાર મહિલાના પતિનું ચારેક વર્ષ પહેલાં મોત થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા.. જે તેના મૃતક પતિની બહેનોને પસંદ ન પડ્યું. ભોગ બનનાર મહિલા જ્યારે તેના ગામ પહોંચી તો તેની નણંદ અને દેરાણીએ ઢોર માર માર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ અમરેલી પોલીસ હરકતમાં આવી છે. 4 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાં આરોપી 2 મહિલાની ધરપકડ કરાઈ છે. જ્યારે બાકીના બે આરોપીની શોધખોળ ચાલુ છે.
જીગ્નેશ મેવાણીના કયા નિવેદનનો વડગામના લોકો કરી રહ્યા છે વિરોધ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લીધે વડગામના સ્થાનિક આગેવાનોને ખેડૂતો આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.
શું છે મામલો
વડગામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સમર્થકો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ક્યારે નાખો છો તેવી માંગ કરી હતી? જોકે વડગામમાં આવેલી કોલેજને ગ્રાન્ટેડ કરવાની લઈને પણ જીગ્નેશ મેવાણી એ નિવેદન કર્યું હતું જેની વિપરીત અસર વડગામ તાલુકાના આગેવાનોમાં પડી છે અને આગેવાનો આ જીગ્નેશ મેવાણીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. ચૌધરી કોલેજની પ્રક્રિયા ટ્રસ્ટીઓ દ્વારા ગ્રાન્ટેબલ કરવાની થઈ ગઈ છે અને ગ્રાન્ટેબલ થવાની તૈયારી છે ત્યારે જીગ્નેશ મેવાણીના નિવેદન નો વડગામના અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજકીય પક્ષો વિરોધ ના કરે તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે
મુક્તેશ્વર ડેમ માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ત્યારબાદ સરકારે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે 750 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી હતી. જેને લઈને વડગામ તાલુકાના ખેડૂતોને પ્રજા પણ ખુશ હતી. પરંતુ વડગામ વિધાનસભા જીત્યા બાદ જીગ્નેશ મેવાણીએ કર્માવત અને મુક્તેશ્વરને મામલે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ખેડૂતોને આગેવાનોને કહેવું છે કે આ પ્રકારના રાજકીય નેતાઓના નિવેદનથી બાજી બગડે છે અને કામ થતું અટકે છે. તેથી કોઈ પણ પક્ષ નિવેદન ન કરે તેવું આગેવાનોને ખેડૂતો ઇચ્છી રહ્યા છે.