ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડશે. તેઓ શનિવારે સત્તાવાર રાજીનામું આપશે. તેમણે બીજા પક્ષમાં જોડાવવા અંગે મૌન સેવ્યું હતું.
ABP અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં વિજય સુવાળાએ પાર્ટી છોડ્યાનું સ્વીકાર્યું હતું. સાથે જ કહ્યું કે તેઓ સત્તાવાર રીતે રાજીનામું હવે આપશે. વિજય સુવાળાના મતે આમ આદમી પાર્ટીએ તેને ઘણું આપ્યું છે. પણ હવે રાજનીતિ ન કરવા માંગતા હોવાથી આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જૂન 2021ના રોજ વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
પ્રદેશ કોગ્રેસ પ્રમુખનો હુંકાર
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે 30 વર્ષથી ગુજરાતના રાજકીય આકાશમાં ઉડતા ભાજપના પતંગના પેચ કોગ્રેસ કાપશે. આ સાથે વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના 125થી વધુ પતંગ ચગશે તેવો પણ દાવો કર્યો હતો. જગદીશ ઠાકોરે પરિવાર અને સમર્થકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જગદીશ ઠાકોર અને તેમના સમર્થકોએ જે પતંગો ચગાવ્યા તેની પર સરકારની નીતિઓના વિરોધ કરતાં સૂત્રો લખેલા હતા. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ ઉત્તરાયણ પર્વ મનાવવા અમદાવાદના નારણપુરા પહોંચ્યા હતા. પોતાના ભાઈના ઘરે પરિવારજનો અને નિકટના સભ્યોની સાથે તેમણે ઉતરાયણની ઉજવણી કરી હતી. ધાબા પર ચઢીને મુખ્યમંત્રીએ પતંગની દોર પર પણ હાથ અજમાવ્યો. પતંગ ચગાવતાં ચગાવતાં તેઓ પોતાના અસલી અંદાજમાં જોવા મળ્યા. વારંવાર ઢીલ દેતાં અને પેચ લગાવતાં પણ જોવા મળ્યા.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત