અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. જો કે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે મેળાના આયોજનની શક્યતા બહુ ઓછી જોવાઇ રહી છે.
આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવશે પરંતુ મેળાના આયોજનને લઇને હજું સુધી સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સરકાર દ્વારા હજુ મેળા મામલે કોઇ નિર્ણય ન લેવાતા માંય ભક્તો નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે. જો કે ભાદરવી પૂનમના મેળાને લઇને હજુ સુધી કોઇ જ તૈયારી શરૂ ન થઇ હોવાથી મેળો નહીં યોજાય તેવા સંકેત સ્પષ્ટ મળી રહ્યાં છે.
સામાન્ય રીતે ભાદરવી પૂનમના મેળાને લઇને મહિનાઓ પહેલા તેના આયોજન માટે બેઠકનો દૌર શરૂ થઇ જાય છે અને મેળાના તૈયારીઓ પણ શરૂ થઇ જતી હોય છે. જો કે સરકાર દ્રારા હજુ સુધી કોઇ બેઠક ન યોજતા મેળો નહીં યોજાય તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ભાદરવી પૂનમના મેળાના લઇને અંબાજી સંઘના પ્રમુખ અને કલેકટર આનંદ પટેલ સાથે વાતચીત કરવામાં આવી. જો કે તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારી અને થર્ડ વેવની દહેશત વચ્ચે મેળાનું આયોજન કરવું યોગ્ય નથી પરંતુ આ મામલે આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્રારા જ કરવામાં આવશે, સરકારની જે ગાઇડ લાઇન હશે તે મુજબ આયોજન થશે. ”, ભાદરવી પૂનમના મેળાને હવે 27 દિવસનો જ સમય બાકી છે પરંતુ આ મામલે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા ન કરવામાં આવતા મેળા ન યોજાય તેવા સંકેત હાલ તો મળી રહ્યાં છે.
અંબાજી ધામમાં ભાદરવી પૂનમનું અનેરૂ મહત્વ છે. જેના કારણે હજારોની સંખ્યાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને અહીં પગપાળા આવતા હોય છે. જેના કારણે મંદિરમાં માંય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. જો કે કોરોનાની મહામારીના સમયમાં આવા દ્રશ્યો ચિતાં ઉભી કરનાર છે. જેથી મંદિરના ટ્ર્સ્ટી,. પૂજારી અને અંબાજી સંઘના પ્રમુખ પણ મેળો ન યોજવાના મતમાં છે. જો કે હજું સુધી મા મુદ્દે સરકારે કોઇ સ્પષ્ટતા નથી કરી.