રાજકોટમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું. જે નકલી હોવાનું સામે આવ્યું છે. તો આપ જે દૂધ રોજ પી રહ્યાં છો તે નકલી છે કે અસલી કરી રીતે ચકાસણી કરશો. જાણીએ...
દૂધમાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. તો આપ જે દૂધ ખરીદી રહ્યાં છો તે નકલી છે કે અસલી તે જાણવું જરૂરી છે. તો ઘર પર જ આપ અસલી અને નકલી દૂધની ઓળખ કરી શકો છો. કેવી રીતે જાણીએ..
દૂધમાં પાણીને ભેળસેળ કેવી રીતે ઓળખશો?
દૂધના ટીપાંને સીધી સપાટી પર પાડો.જો ટીપું ધીરે વહે અને નિશાન છોડે તો દૂધ શુદ્ધ છે,ભેળસેળવાળા દૂધનું ટપકું કોઇપણ નિશાન છોડ્યાં વિના ઝડપથી વહી જાય છે.
દૂધમાં સ્ટાર્ચની ઓળખ કેવી રીતે કરશો?
આયોડીનના કેટલાક ટીપાં દૂધમાં ભેળવો, આયોડીન મિક્સ કરવાથી દૂધનો રંગ ભૂરો થઇ જશે તો સમજી લો કે આ દૂધ સ્ટાર્ચવાળું છે.
દૂધમાં યુરિયાની ઓળખ કઇ રીતે કરશો?
ટેસ્ટ ટ્યૂબમાં થોડું દૂધ અને સોયાબીન અથવા દૂધમાં અડદની દાળનો પાવડર મેળવો. પાંચ મિનિટ બાદ આ દૂધમાં લાલ લિટમસ પેપર ડુબાડો જો પેપરનો રંગ ભૂરો થઇ જાય તો યુરિયાની દૂધમાં ભેળસેળ છે.
દૂધમાં વનસ્પતિ તેલની ભેળસેળને કેવી રીતે ઓળખશે
ત્રણ મીલિલિટર દૂધમાં હાઇડ્રોક્લોરિક એસિડના 10 ટીપાં નાખો. એક ચમચી ખાંડ મિક્સ કર્યાં બાદ લાલ રંગ થઇ જશે. જો આવું થાય તો સમજી લેવું કે, દુધમાં વનસ્પતિ તેલને મિક્સ કરવામાં આવે છે.
દૂધમાં ફોર્મલીનની ભેળશેળને કેવી રીતે ઓળખશો?
જો દૂધમાં જાંબલી રંગની રિંગ બનતી હોય તો તે ફોર્મલિન ભેળવાવનો સંકેત છે. દૂધ લાંબા સમય સુધી સારૂં રહે તે માટે ફોર્મલિન ભેળવવામાં આવે છે.
સિન્થેટિક દૂધ કેવી રીતે ઓળખશો?
સિન્થેટિક દૂધને તો સ્વાદથી જ પારખી શકાય છે. સિન્થેટિક દૂધ સ્વાદમાં કડવું હોય છે. દૂધને હાથમાં ઘસવામાં આવે તો સાબુ જેવું ચીકણું પણ લાગે છે. આવુ દૂધ ગરમ કરવાથી પીળું પણ થઇ જાય છે.