Bhakt Photos: ગુજરાતમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ચૂક્યો છે, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં શરૂ થઇ ચૂક્યો છે, ગુજરાતભરના માઇભક્તો ચાલીને અંબાજી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા અને અંબાજીના નજીકના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલ હોવા છતાં ભક્તોનો જોશ હાઇ છે અને ચાલતા અંબાજી તરફ આગળ વધી રહ્યં છે, જુઓ અહીં તસવીરો.... 




ભાદરવી પૂનમના મહા મેળાનો આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,




બનાસકાંઠામાં દાંતા પાલનપુર વડગામ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદનાં માહોલમાં પણ ભક્તો માના ધામમાં પહોંચવા માટે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે.




છેલ્લા બે દિવસમાં ભાદરવી પૂનમના મહા મેળામાં છ લાખથી વધુ માઇ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે સતત અંબાજી દાતાના માર્ગો ઉપર ભક્તોનું ભારે પ્રવાહ વરસતા વરસાદમાં પણ જોવા મળી રહ્યો છે. ભક્તો બાધા માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા વરસાદમાં પણ ચાલીને અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યા છે..






 


આરોપીને પકડવા અંબાજી સંઘમાં યાત્રાળુ બની -5 કીમી ચાલ્યા બાદ આરોપીને ઝડપ્યો


અત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, શ્રદ્ધાળુઓ પણ માતાના દર્શન કરવા પગપાળા સંઘ લઇને નીકળી રહ્યાં છે. પરંતુ આ સંઘની વચ્ચે આજે SOG પોલીસે એક દિલધડક ઓપરેશનને પાર પાડ્યુ છે. મહીસાગર SOG ની ટીમે એક નાસતા ફરતા આરોપીને અંબાજી સંઘમાં પગપાળા સંઘ સાથે પાંચ કીમી સુધી ચાલીને ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા એક વર્ષથી  ચલણી નોટોના કેસમાં નાસતો ફરતો હતો.  છેલ્લાં એક વર્ષથી ચલણી નોટોના કેસમા નાસતા ફરતા એક રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો હતો. મહીસાગર SOG પોલીસને ટીમને બતામી મળી હતી કે, આરોપી અંબાજી પગપાળા સંઘમા જઈ રહ્યો છે, આ બાતમી આધારે મહીસાગર SOG પોલીસએ વૉચ ગોઠવી અને પછી આરોપીને સાથે સાથે સંઘમા 5 કિલોમીટર સુધી ચાલી હતી, આ દરમિયાન SOGની ટીમે પણ પગપાળ સંઘના યાત્રાળુ બની અને બાદમાં SOGની ટીમે સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીકથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. ખાસ વાત છે કે, આ આરોપી વર્ષ 2022નાં સંતરામપુરમા ચલણી નોટોના કેસ મા નાસ્તો ફરતો હતો, હાલમાં મહીસાગર SOG પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો પરિવાર સાથે અંબાજી સંઘ લઈ જવા નીકળ્યો હતો, ત્યારે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.