રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે, વધુમાં તેમણે કહ્યું કે, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું.
અમદાવાદ, જમાલપુર, સાણંદ, બાવળા, જેતલપુર ઉપરાંત ધોળકા એપીએમસીએ બંધને સમર્થન આપ્યુ નથી. તેઓએ એપીએમસીમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે કૃષિ કાયદાને સમર્થનને લગતા પોસ્ટરો લગાવાયાં હતાં. ખેડૂતોના સમર્થનમાં અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો પણ બંધમાં જોડાશે. ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી, અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન, જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન, એરપોર્ટ રિક્ષા ચાલક યુનિયન જેવા રિક્ષા ચાલકોના વિવિધ યુનિયનોએ બંધને ટેકો જાહેર કર્યો છે.
અમદાવાદ સહિત રાજ્યના આશરે 4000 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ સંચાલકો આ બંધમાં જોડાશે નહીં તેવું એસોસિએશને જાહેર કર્યું છે. 3 કંપનીના ચાર હજાર કરતા વધારે પેટ્રોલ પંપ મંગળવારે રાબેતા મુજબ કાર્યરત રહેશે તેમ એસોસિએશને જણાવ્યું છે.
બંધને સમર્થન આપીને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એપીએમસી-માર્કેટયાર્ડ બંધ રહેશે. ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. 23 સંસ્થાઓ એ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો. અમરેલી ઉપરાંત રાજકોટ, ગોડલ, ધ્રોલ , જસદણ , જામ જોધપુર , જૂનાગઢ, વિસાવદર, જામ ખંભાળિયા, હળવદ, ઉપલેટા , કાલાવડ, જામનગર સહિતના શહેરોમાં માર્કેટિંગ યાર્ડ ઉપરાંત એપીએમસી ભારત બંધના સમર્થનમાં બંધ પાળશે. મોરબી, વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓ બજાર બંધ પાળશે.
ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠું
Bharat Bandh LIVE Updates: વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે પર ટાયર સળગાવ્યા