Bharat Bandh LIVE Updates: ખેડૂત સંગઠનો સાથે થશે અમિત શાહની બેઠક શરૂ
Bharat Bandh, 8 December 2020 LIVE Updates: આજે ભારત બંધના એલાન બાદ 9 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત થશે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
08 Dec 2020 09:07 PM
ખેડૂત સંગઠનો સાથે ગૃહ મંત્રી અમિત શાહની બેઠક શરૂ થઈ છે.
ખેડૂત સંગઠનો સાથે ગૃહ મંત્રી અમિત શાહની બેઠક શરૂ થઈ છે.
થોડીવારમાં ખેડૂત સંગઠનો સાથે ગૃહ મંત્રી અમિત શાહની બેઠક થશે. આ બેઠકને ખેડૂત આંદોલનના આગળના ભવિષ્યની રણનીતિની દિશામાં એક મુખ્ય પગલુ માનવામાં આવી રહી છે.
પંજાબ ખેડૂત યૂનિયને કહ્યું, અમે દિલ્હી-હરિયાણા માટે સમસ્યા ઉભી કરવા નથી માંગતા. અમને રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી આપી દેવી જોઈએ.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભારત બંધને લઈ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પોલીસે હાઉસ અરેસ્ટ કર્યા છે. જ્યારે દિલ્હી પોલીસએ આ આરોપોને ફગાવ્યા છે. આપના ધારાસભ્યો કેજરીવાલના ઘરની બહાર ધરણા પર બેઠા છે.
મુંબઈ ડબ્બાવાલા એસોસિએશનના પ્રમુખે કહ્યું, નવો કૃષિ કાયદો દેશભરમાંથી ખેડૂતોને ધીમે ધીમે નામશેષ કરી દેશે.
આસામના ગુવાહાટીમાં પ્રદર્શન કરતાં કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા હોવાનું આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યુ
દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા હોવાનું આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યુ
અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની રાજકમલ ચોક ખાતેથી અટકાયત કરવામાં આવી છે.
બિહારના દરભંગમાં આરજેડીના કાર્યકર્તાઓએ ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ
બિહારના દરભંગમાં આરજેડીના કાર્યકર્તાઓએ ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ
બિહારના દરભંગમાં આરજેડીના કાર્યકર્તાઓએ ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ
કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલાને નજરકેદ કરાયા છે. બંને ધારાસભ્યોન ઘરની બહાર પોલીસનો પહેરો મુકી દેવામાં આવ્યો છે. જ્યારે એએમસી વિપક્ષ નેતા કમળાબેન ચાવડાની તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીંકાત પટેલને નજર કેદ કરાયા
રીક્ષા એસોસિયેશનના જણાવ્યા મુજબ, અમદાવાદમાં 11 વાગ્યા બાદ રીક્ષાઓ બંધ કરાશે.માત્ર કોરોનાના દર્દીઓ અને સબંધીઓને જરૂરિયાત અનુસાર રીક્ષા દોડાવવામાં આવશે. બુધવારથી રીક્ષા રાબેતા મુજબ દોડાવવામાં આવશે.
ભારત બંધ એલાન પગલે ગાંધીનગર મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા સહિત કોંગ્રેસી કોર્પોરેટરોની પોલીસે અટકાયત કરી.
આંધ્રપ્રદેશમાં ડાબેરીઓએ વિજયવાડામાં ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યુ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્રવિટ કરીને કહ્યું- ખેડૂતો અન્નદાતા છે. તેમના અધિકારી માટે સરકાર સાથે છેલ્લા શ્વાસ સુધી લડીશું.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્રવિટ કરીને કહ્યું- ખેડૂતો અન્નદાતા છે. તેમના અધિકારી માટે સરકાર સાથે છેલ્લા શ્વાસ સુધી લડીશું.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્રવિટ કરીને કહ્યું- ખેડૂતો અન્નદાતા છે. તેમના અધિકારી માટે સરકાર સાથે છેલ્લા શ્વાસ સુધી લડીશું.
ભરૂચમાં ખેડૂત આંદોલનને લઈને નવેઠા નજીક દહેજ રોડ ટાયર સળગાવી રસ્તો બંધ કરાયો. ટાયર સળગાવતા વાહન વહેવાર થોડા સમય સુધી ખોરવાયો હતો.
વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવીનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવ્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે.
ગુજરાતમાં કલમ 144 લાગુ
ગુજરાતમાં ભારત બંધના એલાનને લઈ કલમ 144 લાગુ રહેશે. ગુજરાતના GDP આશિષ ભાટિયાએણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -