ભરૂચઃ અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર વચ્ચેથી પડીકું વળી ગઈ હતી. જ્યારે બસનો પણ કાચ તૂટી ગયો હતો. 


Patan : લગ્નની શરણાઈ વાગે તે પહેલા યુવક અને તેના મિત્રના મોતથી પરિવારમાં માતમ, બાઇક સ્લીપ થતાં નીપજ્યું મોત
પાટણઃ  સરસ્વતીના વહાણા ગામના બે યુવાન મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 6 ફેબ્રુઆરીએ ડીસાના આસેડા નજીક બાઇક સ્લિપ ખાતા બન્ને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા મિત્ર ભરતજી પ્રધાનજીનું મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું.


આજે જ ભરતજી પ્રધાનજી ઠાકોરના લગ્ન હતા ઢેલ ઢોલ શરણાઇ વાગે તે પહેલા છે પરિવારમાં માતમ છવાયો. લગ્નના બે દિવસ પહેલા જ ભરતજી પ્રધાનજી ઠાકોરનું મોત થતા પરિવાર માતમ છવાયો. મિત્રના લગ્ન જઈ પરત ફરતા સમયે નડ્યો અકસ્માત. રવિવારે સાંજે બંને મિત્રો બાઇક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક સ્લીપ થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. 


ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં મોત થયું હતું. તો ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો. ભરત પ્રધાનજીના આજે લગ્ન હતા, પરંતુ તેમનું મોત નીપજતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.


Palanpur : પોતાનાં લગ્નની કંકોતરી આપવા નિકળેલો યુવક-ફોઈનો દીકરો મોતને ભેટ્યા, વિધવા માતાનો એકનો એક દીકરો હતો 


પાલનપુરઃ એક કરૂણ ઘટનામાં પોતાનાં લગ્નની કંકોતરી આપવા માટે ફોઈના દીકરા સાથે નિકળેલા યુવકને વાહને ટક્કર મારતાં તેનું અને ફોઈના દીકરાનું પણ મોત નિપજ્યું હતું. આ પૈકી યુવકની ફોઈનો દીકરો વિધવા માતાનો એકનો એક દીકરો હતો. આ પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  22 વર્ષીય દીકરાનું માર્ગ અકસ્માતમાં મોતને લઇને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.


આબુરોડના માવલ ગામના યુવકનાં લગ્ન હોવાથી મંગળવારે ફોઇના દિકરા સાથે બાઇક પર ચંદ્રાવતી ગામમાં કંકોતરી આપવા આવ્યા હતા. બંને યુવક મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર વાહનની ટક્કરે ફંગાળોયેલા બંને પિતરાઇ ભાઇઓનાં મોત નિપજ્યાં હતા.
આબુરોડ તાલુકાના માવલ ગામના રહેવાસી શંકરભાઈ હરજીજી રબારી (ઉં.વ.22) પોતાની બાઇક  નંબર આરજે-38-એસએ-3200) લઈને મંગળવારે પોતાના ફોઇના દીકરા થાનારામ રબારી (રહે.ઓર,તા.આબુરોડ) સાથે પોતાના લગ્નપત્રિકા વહેંચવા નિકળ્યા હતા. લગ્નની કંકોતરી આપીને મોડી રાત્રે પરત પોતાના ઘરે માવલ જઇ રહ્યા હતા. ત્યારે આબુરોડના ચંદ્રાવતીબ્રિજ પર પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં મામા-ફોઇના ભાઈનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.


આ પૈકી શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો, જ્યારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર લટકાઇ ગયો હતો. અકસ્માતના પગલે ચંદ્રાવતી ગામના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ આબુરોડ રિકો પોલીસને જાણ કરી હતી. રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


શંકર રબારીની લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કર્યા હતા. 11 ફેબ્રુઆરીએ જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં શંકરની જાન આવવાની હતી એજ ગામમાં શંકરનું અકસ્માતમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ હતી.


શંકર રબારીના વિધવા ફોઇનો એકનો એક દીકરો થાનારામ અકસ્માતમાં મોતને ભેટતાં   પરિવાર પર આભ તૂટી પડ્યું છે. થાનારામની વિધવા માતાએ એકના એક દીકરા ઉપર આખું જીવન ગુજાર્યું હતું. આખરે 22 વર્ષીય દીકરાનું માર્ગ અકસ્માતમાં મોતને લઇને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.