Bharuch News: ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવેદ મલેકની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી, છેડતી અને એટ્રોસિટીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત અકબર બેલીમની પણ પોલીસે કરી ધરપકડ કરી છે.
શું છે મામલો
વર્ષ 2019 માં મહિલા બુટલેગર પાસે દેશી દારૂનો હપ્તો લેવા બન્ને આરોપી ગયા હતા. તે સમયે ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને ઇટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત ઘરમાં પ્રવેશ કરી, કપડાં ફાડી નાખી જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. આમોદના BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચ્યાં કરતા હતા. આમોદ પોલીસ મથકે FIR છતાં 2021 માં એક પૂર્વ MLA એ વકફ બોર્ડ, હજ કમિટી, અલ્પ સંખ્યક નાણાં નિગમમાં જાવીદને સભ્ય બનાવવા પ્રદેશ પ્રમુખને ભલામણ પણ કરી હતી.
આમોદના એક ગામે રહેતી આદિવાસી મહિલાના ઘરે નવેમ્બર 2019 માં આછોદનો અકબર બેલીમ તથા આમોદનો જાવીદ મલેક ગયા હતા. ઘરે બે વહુઓ સાથે એકલી મહિલાને આ બંન્નેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. મહિલા દારૂ વેચતી હોય હપ્તો માંગ્યો હતો. મહિલાએ બન્ને કહ્યું હતું કે, તેણે દારૂનો ધંધો બંધ કરી દીધો છે અને હમણાં તેમના પિતા દેરોલ ગામે ગયા હોય જેથી તેઓ આવે ત્યારે તમો આવજો તેમ કહેતા આ બંન્ને પત્રકારો એ હમણાં જ અમોને હપ્તાના રૂપિયા આપી દે નહી તો તારા ઘરમાં દારૂ છે તેવો વિડિયો ઉતારીશુ તેમ કહ્યું હતું.
જેથી મહિલાએ કહ્યું હતું કે, મારા ઘરમાં દારૂ છે જ નહી અને મારા પતિ આવેથી તમારે જે કરવુ હોય તે કરજો. તેમ કહેતા આ બંન્ને ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા સાથે જાતિ વિષયક અપશબ્દો કહી આબરૂ લેવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયા હતા. મહિલા સાથે ઝપાઝપી કરી અકબર બેલીમે બ્લાઉઝ ખેચતા ફાટી ગયો હતો. જ્યારે BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવિદ મલીકે પણ સાડી ખભા પાસેથી ખેચતા સાડી બ્લાઉઝમાંથી નિકળી ફાટી ગઈ હતી. મહિલાએ બુમાબુમ કરતા બંન્ને વહુઓ તથા ફળીયાની મહિલાઓ તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા.
જતા જતા બન્ને આરોપી મહિલાને આજે તો તું બચી ગઈ છે. બજારમાં ક્યાંક દેખાશે તો મારી નાખીશું નું ધમકી આપી જતા રહ્યાં હતાં. ઘટના અંગે બુટલેગર મહિલાએ આમોદ પોલીસ મથકે 18 નવેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બન્નેની ધરપકડ કરી છે.