Lok Sabha Elections 2024: જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકળાટ શરુ થયો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં રંજનબનને ટિકિટ મળતા પાર્ટીમાં વિરોધ શરુ થયો હતો. જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આજે રંજનબનેને પોતે ચૂંટણી ન લડવાની જાહેરત કરી દીધી છે. ત્યાર બાદ આજે સાબરકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે અંગત કારણોસર આ નિર્ણય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિર્ણય બાદ અરવલ્લી કમલમ કાર્યાલયથી ભીખાજીના પોસ્ટરોને ઉતારવામાં આવ્યાં હતા. હવે આ મામલે ભરુચના ઉમેદવાર મનસુખ વસાવાએ આપેલા નિવેદન બાદ નવી ચર્ચા શરુ થઈ છે.


 



મનસુખ વસાવાએ શું કહ્યું?


વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરs ચૂંટણી લડવાની ના પાડી છે તે બાબતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ભગવાન રામનું ઉદાહરણ આપી મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપના નેતાની ટીકા ટિપ્પણી થઈ તો ઉમેદવારે કહી દીધું કે પાર્ટી બીજા ઉમેદવારને મૂકી શકે છે. જો મને પણ પાર્ટીના કાર્યકર્તાઓ ન સ્વિકારતા હોઈ તો હું પણ ખસી જઈ શકું. આ પાર્ટીની પરંપરા રહી છે. રંજનબેન અને ભીખાજી ઠાકોરના આ નિર્ણયનું હું સન્માન કરું છું કે પાર્ટીની પરંપરા તમે જાળવી રાખી છે. મારી પાસે જો આવી કોઈ સમસ્યા આવે તો હું સોલ્યુશન લાવી શકું છું.


સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર
સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.


લોકસભાની ચૂંટણી લડવાનો રંજનબેને કર્યો ઇન્કાર
23 માર્ચ શનિવારે એક્સ પર પોસ્ટ કરીને લોકસભાની ભાજપના ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. વડોદરાની બેઠક પરથી રંજન બેનને ભાજપે ટિકિટ આપી હતી જો કે તેના નામની જાહેરાત બાદ ભાજપ રાષ્ટ્રિય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ તેમના પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યાં હતા, તેના નામની જાહેરાત બાદ વિવાદ સર્જાતા આખરે તેમણે  ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.