Lok sabha 2024:રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા તેમનો ઉમેદવારીથી નારાજ જ્યોતિબેને મીડિયા સમક્ષ રૂબર થયા હતા અને ઘટનાની પ્રતિક્રિયા આપી હતી.  ઉલ્લેખનિય છે કે,. ભાજપ લોકસભાના વડોદરાના  ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા નો ઇનકાર કર્યો.. તેમણે સવારમાં એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, જ્યારે ભાજપ હાઇકમાન્ડે વડોદરાની લોકસભાની બેઠક માટે રંજનબેન ભટ્ટના નામ પર પસંદગીની મહોર લગાવી હતી ત્યારે આ નામને લઇને જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો અને તેમના પર અનેક આક્ષેપો પણ લગાવ્યા હતા.. આજે રંજન બેને લોકસભાની ચૂંટણીનું મેદાન છોડતા આ મામલે જ્યોતિબેને પોતાની પ્રતિક્રિયા આપી હતી.


રંજનબેનના ઇન્કાર બાદ જ્યોતિબેનનું પ્રથમ નિવેદન

રંજનબેન ચૂંટણી મેદાનથી હટી જતાં જ્યોતિબેન પંડયાએ આ મુદે વાત કરતા જણાવ્યું હતું કે,”હરિ કરે એ સારા માટે, વડોદરાનો અવાજ હતો એક એવો પણ શૂર હતો કે,  રંજનબે ને ત્રીજી વાર ટિકિટ કેમ ? ઘણા બધા વિરોધ હતા, હું એ વિરોધ જાહેરમાં લાવવા નિમિત્ત બની હતી. મને વિશ્વાસ છે કે મોદી જી જે નિર્ણય લે છે, તે યોગ્ય જ હોય છે, વડોદરા માટે જ મેં અવાજ ઉઠાવ્યો હતો, હવે આ શૂરમાં લોકો જોડાઇ  એ જરૂરી છે, ફક્ત હું નિમિત્ત છું, મેં  28, 30 વર્ષ રાજનીતિમાં  આપ્યા છે, સત્ય પક્ષે બધાનો સાથ મળે  છે, રંજનબેનના આ નિર્ણયથી  અમે વડોદરા વાસીઓ ખુશ છીએ,  હું સત્ય માટે અવાજ ઉઠાવ્યો હતો અને તેમાં આજે લોકો પણ  જોડાયા”.

 જ્યોતિબેનને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ગુજરાતના આપણા  મુખ્યમંત્રી એ પણ કહ્યું હતું કે,  અમદાવાદ અને રાજકોટ આગળ નીકળી ગયા અને વડોદરા કેમ પાછળ રહી ગયું?. આ વાત માની લેવાની જરૂર હતી, અનુભવી જ્યારે કહે ત્યારે તેમની વાત માની લેવી જોઈએ. મોટી લડાઈ માં ક્યાંક નાની-નાની  લડત થતી હોય છે. લોક હિતમાં   ફેર વિચાર કર્યો એ માટે  રંજનબેનને  ધન્યવાદ  કહીશ. વડોદરાના હિત માં જે પણ કરવાનું થશે તે હું કરતી રહીશ”


ઉલ્લેખનિય છે કે વિરોધ અને વિવાદ બાદ આજે બે ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. જેમાં સાબરકાંઠા અને વડોદરાનો સમાવેશ થાય છે. વડોદરાથી રંજનબેન બાદ  સાબરકાંઠાથી ભીખાજીએ પણ   ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.