ભાવનગરઃ સિહોરમાં આધેડનું અપહરણ કરી કરાઈ હત્યા, માંગી હતી 15 લાખની ખંડણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Sep 2020 11:10 AM (IST)
સિહોરમાં 52 વર્ષીય રજાકભાઈ સેલોત નામની વ્યક્તિનું અપહરણ કરી રૂપિયા 15 લાખની ખંડણી માંગવામાં આવી હતી.
પ્રતિકાત્મક તસવીર.
ભાવનગરઃ સિહોરમાં એક વ્યક્તિનું અપહરણ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગત મોડી રાત્રેનો બનાવ છે. સિહોરમાં 52 વર્ષીય રજાકભાઈ સેલોત નામની વ્યક્તિનું અપહરણ કરી રૂપિયા 15 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, અપહરણ બાદ રજાકભાઈ સેલોતની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ તો સિહોર પોલીસે હત્યા અને ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે યુવતીના પિતાની લાશ મળી આવી હતી.