ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 1,442 કેસ નોંધાયાં હતાં. જ્યારે વધુ 12 દર્દીઓના મૃત્યુ થયા હતાં. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 1 લાખ 30 હજારને 391 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3 હજાર 396 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 16 હજાર 505 છે. જ્યારે 92 દર્દીઓ વેન્ટીલેટ પર છે.


શુક્રવારે સુરતમાં 300, અમદાવાદમાં 182, વડોદરામાં 134, રાજકોટમાં 148, જામનગરમાં 114 કેસ નોંધાયા હતાં. જામનગરમાં કોરોનાના કુલ કેસનો આંક 5 હજાર 602 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 34 દર્દીના મૃત્યુ થઈ ગયા છે. શુક્રવારે 1 હજાર 279 દર્દીઓએ કોરોનાને માત આપી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 84.74 ટકા છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં 1442 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16505 એક્ટિવ કેસ છે, જ્યારે110490 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 130391 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, સુરતમાં 1 સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 12 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં 160, સુરતમાં 116, રાજકોટ કોર્પોરેશનમાં 111, જામનગર કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 94, મહેસાણામાં 48, બનાસકાંઠામાં 41, વડોદરામા 40, રાજકોટમા 37, અમરેલી 34, પાટણ 34, કચ્છ 30, ભાવનગર કોર્પોરેશનમાં 29, સુરેન્દ્રનગરમાં 28, પંચમહાલ 27, ભરૂચ 26, મોરબી 25 અને ગાંધીનગરમાં 24 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1279 દર્દી સાજા થયા હતા અને 61912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 41,10,186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.74 ટકા છે.