ભાવનગરઃ ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં માલનો ભરાવો થઇ જતા બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર ભાવનગર માર્કેટિંગ યાર્ડ બે દિવસ માટે બંધ રહેશે. યાર્ડમાં માલનો ભરાવો થઇ જતાં યાર્ડના શાસકોએ આ નિર્ણય લીધો હતો. હાલ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક ભાવનગર યાર્ડમાં થઇ છે.  ડુંગળીની આવકમાં વધારો થતાં માર્કેટિંગ યાર્ડ છલોછલ ભરતા બે દિવસ માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને અન્ય નવા યાર્ડમાં 50 હજાર બોરીથી વધુ ડુંગળીની આવક શરૂ છે. ખેડૂતોને 200 રૂપિયાથી લઈ 550 સુધી એક મણનો ભાવ મળી રહ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં માલનો ભરાવો થતા ખેડૂતોને બે દિવસ પોતાનો માલ વેચવા માટે રાહ જોવી પડશે.