ભાવનગરઃ ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર પૃથ્વીરાજસિંહ પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
પૃથ્વીરાજસિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજાને ભાવનગરમાં સૌ માનની નજરે જુએ છે. ક્ષત્રિય સમાજમાં આગેવાન જાડેજા ભાવનગર ખાતે અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી બાદમા ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચ્યા હતા. નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી. જાડેજાનુ મુળ વતન કાલાવાડ તાલુકાનુ કાલ મેઘડા ગામ છે. તેઓ ઘણા સમયથી પોતાના વતનમાં રહેતા હતા.નરેન્દ્રસિંહ જાડેજાને તેમની સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મેળવેલ છે. બલ્કે નરેન્દ્રસિંહ જાડેજાને બબ્બે વાર પ્રેસિડેન્શિયલ મેડલ મળ્યા છે.
ભાવનગરમાં જેમના પરિવારના 4-4 સભ્યોએ આપઘાત કર્યો એ નિવૃત્ત Dy.S.P. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નરેન્દ્રસિંહ જાડેજા કોણ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2020 09:46 AM (IST)
ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -