Bhavnagar Heavy Rain: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીએ ઘરતી પુત્રોને ખુશખુશાલ કરી દીધા છે. ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેકથી પણ વધું પાણીની આવક થઈ રહી છે. શેત્રુંજી ડેમની સપાટી હાલમાં 34 ફૂટથી ઉપર વહી રહી છે અને ડેમ ઓવરફ્લો થયો છે, ડેમના દરવાજાની ઉપરથી હાલમાં પાણી વહીને શેત્રુંજી નદીમાં જઇ રહ્યું છે. ભાગનગર જિલ્લામાં પણ પણ સાર્વત્રિક વરસાદ નોધાયો છે. અહીં 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

પહેલા વરસાદથી નદી નાળા છલકાઇ ગયા છે. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમમાં નવા નીરના વધામણા થયા છે. ગઇ રાત્રે પડેલા વરસાદથી શેત્રુંજી ડેમ 80 ટકા ભરાઇ ગયો હતો, અને આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે બપોર સુધીમાં શેત્રુંજી ડેમની સપાટી લગભગ 34 ફૂટથી ઉપર વહી રહી છે. શેત્રુંજી ડેમ અત્યારે ઓવરફ્લૉની સ્થિતિમાં પહોંચ્યો છે, અને ઓવરફ્લૉના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. આના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ,માયધાર, મેઢા, દાત્રડ, ભેગાળી, પિંગળી, ટીમાણા, સેવળીયા, રોયલ, માખણીયા, ગોરખી ગામ,લીલી વાવ, સરતાનપર, તરસરાને એલર્ટ કરવામાં આવે છે. 

હાલ શેત્રુંજી 95 હજાર 660 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું છે. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે.,ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ બની વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે. નદીઓનું રૌદ્ર સ્વરૂપ  જોવા મળી રહ્યું છે.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.

ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો  ફસાયા હતા. સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો  ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું , આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા  છે.