રાજકોટના ભાયાવદર ખાતે હાર્દિક પટેલે 3D સભાથી પાટિદારોને કર્યું સંબોધન, ભાજપના નેતાઓ પર કર્યા પ્રહારો
abpasmita.in | 20 Nov 2016 09:46 PM (IST)
રાજકોટ: રાજકોટના ભાયાવદરમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોનનને લઈ થ્રીડી સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં આશરે 4000 થી 5000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે હાર્દિક ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. હાર્દિકે કહ્યું અમારુ આંદોલન નબળૂ પડ્યું નથી અમે અનામત લઈને ઝંપીશું નોટબંદીનો મુદ્દે હાર્દિકે કહ્યું કેસહકારી બેંકોમાં આટલા બધા પૈસા ક્યાંથી આવે છે તેમ લોકોને સવાલ કર્યો હતો. તેમજ ભાજપના નેતાઓ પર શાબ્દીક પ્રહાર કર્યા હતા. 2017 માં ભાજપના નેતાઓને ગુજરાતમાં ઘુસવા નહી દેવામાં આવે તેમ કહ્યું હતું.