Lok sabha Election 2024: ગુજરાત લોકસભાની બેઠકને લઇને આજે મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. ભાજપના 2 ઉમેદવારોએ અચાનક જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ નિર્ણયને લઇને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે. વડોદરા અને સાબરકાંઠાના બંને ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો છે.


વડોદરા અને સાબરકાંઠાની લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા છે. વડોદરાથી  રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિઇચ્છા વ્યક્ત કરી હતી તો સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.


 સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.


તો વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંતર નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા.