Bhuj News: ભૂજના ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં ઊંઘી જતાં તેમની સામે કાર્યવાહી કરતા ચીફ ઓફિસર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ભૂજના ચીફ ઓફિસરના શિસ્તભંગ સામે પગલા લેવાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયા હતો આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સુચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ આ બધાથી તદન અજાણ અને શાંતિથી ઊંઘતાજોવા મળ્યાં હતા. . આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ગેરશિસ્ત અને ફરજમાં ક્ષતિના પગલે ભૂજના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
કિરણ પટેલ જેવો જ બીજો મહાઠગ ઝડપાયો, CMOની ખોટી ઓળખ આપીને આ રીતે મોડલને ફસાવી
વડોદરા:મહાઠગ કિરણ પટેલ પાર્ટ -2 વડોદરાથી સામે આવ્યો છે. વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સીએમઓની ખોટી ઓળખ આપીને લાભ ઉઠાવતો હતો
મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું છે. સીએમઓની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેની સામે બે ફરિયાદ નોંધી છે.
વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને મહિલા મોડલને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો. વિરાજે આ મહિલા મોડલને ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ વિરાજ પટેલ ગાંધીનગરના સરગણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે.