ભુજમાંથી એટીએસની ટીમે 2 ISI એજન્ટ ઝડપ્યા, 24 કલાકથી ચાલતું હતું ઑપરેશન
abpasmita.in | 12 Oct 2016 10:58 PM (IST)
કચ્છ: કચ્છના ભુજમાંથી 2 આઈએસઆઈના 2 એજન્ટ ઝડપાયા છે. આ બંને ભારતની માહિતીઓ પાકિસ્તાનને સોંપતા હતા. હાલમાં બને શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે. અને પુછપરછ શરૂ કરી છે. પુછપરછમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસના મતે અલનાસમા અને શકુર સુમરા નામના આ બંને શખ્સોની ધરપકડ કરી છે. એટીએસએ આ બંને શખ્સોની ભુજથી ધરપકડ કરી છે. એટીએસ સુત્રોના મતે બંને શખ્સો ફોન કરીને પાકિસ્તાનને ભારતની માહિતીઓ પહોંચતી કરતા હતા. એટીએસને આ અંગે માહિતી મળી હતી. જે બાદ એટીએસની ટીમ છેલ્લા 24 કલાકથી ઓપરેશન હેઠળ હતી.