ગુજરાતમાં ભાજપે દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.


તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા . તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો છે.


કોરોના કાળમાં (Corona Epidemic) ઘરના મોભીનું અવસાન થયા બાદ બાળકોના ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે આખર સુધીની સહાય કરાશે. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel) દ્વારા કોઈપણ પ્રકારની આર્થિક આવક ન હોય અને બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાકી હોય એવા 5 કિસ્સામાં શિક્ષણ પૂર્ણ થયા ત્યાં સુધીની તમામ આર્થિક સહાય (Financial Assistance) કરવામાં આગળ આવ્યા હતા.