POST COVID:કોરોના બાદ એટલે કે પોસ્ટ કોવિડમાં શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. એમાંની એક બીમારી છે. MISE. જે બાળકોમાં જોવા મળે છે. આવો જ એક કેસ કડી હોસ્પિટલમાં સામે આવ્યો હતો.
કોવિડની મહામારી બાદ પોસ્ટ કોવિડમાં હેર લોસ, વીકનેસ જેવી સામાન્ય સમસ્યાથી માંડીને મ્યુકરમાઇકોસિસ જેવી ગંભીર બીમારી પણ થવાની શક્યતા રહે છે. MISE પણ પોસ્ટ કોવિડ બાદ સર્જાતી જ સમસ્યા છે. MISE એક કેસ કડીમાં નોંધાયો હતો. કડીમાં સાત વર્ષના બાળકમાં MISE નામનો રોગ જોવા મળ્યો. જેને મેડિકલ ભાષામાં Multi system inflammatory syndrome કહે છે.
કડી ભાગ્યોદય હોસ્પિટલમાં આવેલા 7 વર્ષના બાળકને સખત તાવ સાથે શરીરમાં ચકામા પડી ગયા હતા. ડોક્ટર અવિનાશ પટેલને આ લક્ષણો જોતા Multi system inflammatory syndrome હોવાની શંકા જાગી. ડોક્ટર્સે આ માટે બાળકના રિપોર્ટ કરાવતા 7 વર્ષના બાળકને Multi system inflammatory syndrome નામની બીમારી હોવાની પુષ્ટી થઇ હતી. જો કે બાળકને સમયસર સારવાર મળી જતાં બાળકનો જીવ બચાવી શકાયો હતો. આ બીમારીમાં જો કે હેલ્થ એકસ્પર્ટના મત મુજબ જો બાળકને સમયસર સારવાર ન મળે તો મોતનું જોખમ વધી જાય છે. આ બીમારી શું છે અને તેના કારણો અને લક્ષણો છું છે. જાણીએ
MISE બીમારી શું છે
આ બીમારી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીમાં શરીમાં જનરેટ થયેલી એન્ટીબોડી જ્યારે શરીરના ઓર્ગન પર અટેક કરે છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે.
MISE બીમારીના લક્ષણો
કોવિડથી સાજા થયેલા બાળકમાં ખાસ MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો કોવિડ સમાન જ લક્ષણો જોવા મળે છે.
MISE બીમારીના લક્ષણો
- સતત તાવ આવવા
- શરીર પર ચકામા થવા
- ડાયરિયા થવા
- વોમિટિંગ થવી
- શ્વાસ લેવામાં તકલીફ થવી
MISE બીમારીની બીમારી થવાના કારણો
કડી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકને થયેલી આ બીમારીનો ઇલાજ કરી રહેલા ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર અવિનાશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે આ રોગ થવાના કારણો વિશે વાત કરતા કહ્યું કે, શરીરમાં કોવિડ થયા બાદ જે એન્ટીબોડી જનરેટ થયા છે તે જો અન્ય અંગો પર અટેક કરી તો જે સ્થિતિ સર્જાય છે તેને MISE કહે છે. આ બીમારી માત્ર કોવિડ સાજા થયેલા બાળકોમાં જોવા મળે છે. MISEને પોસ્ટ કોવિડની બીમારી પણ કહી શકાય