Bhupendra Patel Oath Live Updates: ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
પ્રથમ વખત ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના તમામ નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણાના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે 2-20 કલાકે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા.
ભૂપેન્દ્ર પટેલ હવેથી થોડા સમયમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બપોરે 2.20 નો સમય નક્કી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય મોટા નેતાઓ ગાંધીનગરમાં હાજર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આ દરમિયાન ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું.
શપથ લેતા પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરમાં ગાયની પૂજા કરી હતી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં વિજય રૂપાણીને મળ્યા હતા.
નીતિન પટેલના ઘરે મુલાકાત કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સુભાષ ચોકમાં આવેલ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. એ પહેલા સવારે સૌ પ્રથમ તેમણે નીતિન પટેલના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદ: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -