જો કે કોરોનાના કેસો ના વધે એટલે દીવ પ્રશાસને માસ્ક ન પહેરવાનો દંડ વધારીને પાંચસો રૂપિયા કરી દીધો છે. દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરવા લાગતા દીવ પ્રશાસને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. આ કારણે હવે દીવમાં જવું હશે તો માસ્ક ફરજિયાત પહેરવો પડશે.
દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં દીવનાં નગવા બીચ અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. હજારો પ્રવાસીઓ દીવમાં ઉમટી પડયા હતા અને મોટા ભાગના કોરોનાના ખતરાને અવગણીને માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. તેમણે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ ન કરતાં પ્રશાસને આકરા બનીને માસ્ક નહીં પરેહવા પર દંડ વધાર્યો છે.
દીવ કલેકટર સલોની રાયે પ્રેસ કોંફરન્સ યોજી દીવ કોરોના મુક્ત હોવાની જાહેરાત કરી છે. દીવ પ્રશાસન દ્વારા માસ્ક ન પહેરનારા સહેલાણીઓ અને સામાન્ય લોકો માટે દંડની રકમ વધારી છે. અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે. મોટા ભાગના મુખ્ય રોડનાં સર્કલ પર દીવ પોલીસને તૈનાત કરી ચેકીંગ હાથ ધરાયુ છે.