Botad : બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકામાં બનેલા લઠ્ઠાકાંડથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં 7થી વધુ લોકોના મોટ થયા છે અને આ આંકડો હજી પણ વધી શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થયું છે. જો કે પહેલા પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લાગ્યા હતા. 


SIT ની રચના 
બોટાદના લઠ્ઠાકાંડઆ પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ લઠ્ઠાકાંડની તપાસ માટે ખાસ તપાસ ટીમ એટલે કે SITની રચના કરી છે. DYSPની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ SIT આ મામલામાં તપાસ કરશે અને જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. 


FSLની મદદ લેવાશે 
બોટાદમાં લઠ્ઠાની આશંકાએ લોકોના થયેલા મોતની તપાસમાં FSLની મદદ લેવાશે.મૃતકોના વિસેરા FSLમાં આવશે. ધંધુકા ખાતે થયેલા પોસ્ટ મોર્ટમ બાદ વિસેરા FSLમાં મોકલાશે. FSLના રિપોર્ટ બાદ સાચુ  કારણ સત્તાવાર જાહેર થશે.


દારૂ વેચનારાઓની ધરપકડ 
મળતી માહતી મુજબ ધંધુકામાં દેશી દારૂ બનાવનારા અને વેચનારા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી છે.  


ભાવનગરથી IG અને પોલીસ સાથે ડોક્ટર ટીમ બરવાળામાં  
બોટાદના રોજીદ ગામે ઝેરી લઠ્ઠા કાંડ સંદર્ભે ભાવનગરથી ડોક્ટરની ટીમ બરવાળા પહોંચી હતી. આ સાથે જ ભાવનગરથી IG, LCB, SOGની ટીમ પણ આવી પહોચી હતી. દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાની ઘટનાના પડઘા પુરા રાજ્યમાં જોવા મળી રહ્યા છે.


 


આ પણ વાંચો : 


BOTAD : બોટાદ અને ધંધુકામાં લઠ્ઠાકાંડથી હાહાકાર, 7 થી વધુના થયા મોત, જાણો સમગ્ર વિગત