ગાંધીનગર:  આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.  આજે અરવલ્લી, મહીસાગર, વલસાડ, ડાંગ, તાપી તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં  વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ અમદાવાદ વરસશે સામાન્ય વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

Continues below advertisement

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

Continues below advertisement

નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચી

નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચી છે.  ડેમની જળ સપાટી વધતા વીજ મથક શરૂ કરવામાં આવ્યા છે.  રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના 6 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.  નર્મદા ડેમ માં છેલ્લા દસ દિવસથી ચાલતા જળ વિદ્યુત મથક દ્વારા રોજની લગભગ 40 લાખની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટનું 1 યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.  કેનાલ હેડ પાવર હાઉસના 1 યુનિટ મારફતે દરરોજ સરેરાશ 1 લાખની કિંમતનું 0.5 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કેનાલ હેડ પાવર હાઉસ થકી 3500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  ગુજરાતના વિવિધ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.