Varshik Sahal Pravas Sammelan 2023, Narmada News: આવતીકાલથી નર્મદામાં ત્રિદિવસીય સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવનાર છે. 16 થી 18 ડિેસેમ્બર દરમિયાન નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’નુ આયોજન કરવામાં આવ્યુ છે, જેનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. આ સંમેલનનું આયોજન ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા કરાયુ છે, આથી થીમ કાર્બન-નેગેટિવ અને સિંગલ-યુઝ-પ્લાસ્ટિક ફ્રી કાર્યક્રમ રહેશે.


આવતીકાલે નર્મદાના કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’નું ખાસ આયોજન થઇ રહ્યું છે, આ સંમેલન ત્રણ દિવસ ચાલશે, 16-18 ડિસેમ્બર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે આ ભવ્ય સંમેલન ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’ને મુખ્યમંત્રીની હાજરીમાં યોજાશે. આવતીકાલે 3.30 વાગે કેવડિયા હેલિપેડ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થશે. બાદમાં મુખ્યમંત્રી કાર્યક્રમમાં સંબોધન કરશે. વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 કાર્બન-નેગેટિવ અને સિંગલ-યુઝ-પ્લાસ્ટિક ફ્રી કાર્યક્રમ રહેશે. આનુ આયોજન ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા કરવામાં આવ્યુ છે.


આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો છે, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટુરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમમાં ATOAI તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને 'લિવ નૉ ટ્રેસ' અભિગમને પ્રમૉટ કરવા પર ભાર મૂકવામાં આવશે. વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શનનો ધ્યેય ટકાઉ, જવાબદાર અને સલામત પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વભરના ટોચના 10 સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવાનો છે. આ કાર્યક્રમને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કેટલા કાર્બનનું ઉત્સર્જન થાય છે તે માટે ‘કાર્બન નેગેટિવ’ તરીકે આ કાર્યક્રમ આયોજિત થશે.


આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પેમા ખંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી, મુળુભાઈ બેરા, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ, વી. વિદ્યાવતી, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ, હારીત શુક્લા, ATOAI પ્રમુખ, પદ્મશ્રી અજીત બજાજ, ડેપ્યૂટી ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ DCOAS (IS&C), લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને ગુજરાત ટૂરીઝમના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. સૌરભ પારધી સંબોધન કરશે....