રાજકોટ-ચોટિલા હાઈ-વે પર ટેન્કરે બાઇકને અડફેટે લેતાં ભાઈ-બહેનનું મોત, પિતા ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Mar 2019 08:25 AM (IST)
સુરેન્દ્રનગરઃ ચોટીલા રાજકોટ હાઈવે પર બામણબોરના ગુંદાળા પાટીયા પાસે અકસ્માત ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બેના મોત થયા છે. બાઇક પર જઈ રહેલા ભાઈ-બહેનનું મોત થયું છે. જ્યારે પિતાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પછી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ભાઈ-બહેનનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે.