અમરેલીના દામનગરના ઠાંસા કોઝ વે  ધસમસતા પ્રવાહમાં બાઈક ચાલક તણાયો હતો. કોઝ વે પરથી પસાર થતા સમયે બાઈક ચાલક તણાયો હતો. જોકે બાઇક પર સવાર બે યુવકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ બાઇક પાણીમાં ગરકાવ થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


 


પાણીના ધસમસતા પ્રવાહમાંથી બે યુવકો બાઇક પરથી કોઝ વે પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ બાઇક પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ ઘટના ગઇકાલ સાંજની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગઇ કાલે દામનગર પંથકમાં ભારે વરસાદ પડી જતાં નદીમાં પૂર આવ્યું હતું.


સોનગઢમાં ભારે વરસાદ


તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, આ બધાની વચ્ચે સમાચાર છે કે, સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે, અને ઓવરફ્લૉ થતાં જ આજુબાજુના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.


માહિતી છે કે, તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમ આ સિઝનમાં પહેલીવાર આટલો બધો ભરાયો છે અને ઓવરફ્લૉ થયો છે. આ ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર છે, અને અત્યારે ડેમની પૂર્ણતઃ સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. અત્યારે પાણીની આવક 5944 ક્યૂસેક છે, જ્યારે પાણીની જાવક 5944 ક્યૂસેક છે. ડોસાવાડા ડેમમાં ઓવરફ્લૉ થતાં આજુબાજુના 10થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.            


દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ


હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે  પાણી ભરાયા છે.કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે.  પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે.  હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.