પોરબંદર: પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટનામાં સાળા બેનવીના મોત થયા છે. પોરબંદર હાઈવે પર વાંસજાળીયા નજીક બાઈક સ્લીપ થતા અકસ્માતમાં સાળા બનેવીના મોત થયા છે. આ અકસ્માતમાં સાળા બનેવીના મોત થતા મેર સમાજમાં શોક છવા ગયો હતો. 


રાણાવાવના હનુમાન ગઢના વિજયભાઈ કેશુભાઈ મોઢવાડીયા અને તેમના સાળા લક્ષ્મણભાઈ રાજાભાઈ ઓડેદરા બંને બાઈક લઈને નજીકના જાંબુસર ગામે રામદેવપીર મંડપ મહોત્સવમાં ગયા હતા અને જાંબુસરથી પરત ફરતી વખતે વાંસજાળીયા પાસે વળાંકમાં બાઈક સ્લીપ થઈ જતા વિજયભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને વિજયભાઈના સાળા લક્ષ્મણભાઈને ગંભીર ઈજા થતા પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માતમાં સાળા બનેવીના મોત નિજપતા મેર સમાજમાં શોક વ્યાપી ગયો હતો.  


ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માત, ડ્રાઈવરનું દબાઈ જતા મોત


રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. 


ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે.  અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.  


અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત


રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.   અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ મહિલા સહિત 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  


ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી.  અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં  તુલસીભાઈ વાઘેલા, ઉમર વર્ષ 50નું મોત નિપજ્યું હતું.  ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.