Swine Flue :રાજ્યમાં સ્વાઇન ફલૂએ માથું ઉંચક્યું છે. માત્ર રાજકોટ જિલ્લામાં જ એક મહિનામાં સ્વાઇન ફલૂના 16 કેસ નોંધાય હતા અને એક માસમાં 2 દર્દીના મોત થયા હતા.આ સિવાય વડોદરા અને ભાવનગરમાં પણ સ્વાઇન ફલૂએ માથું ઉપક્યું છે. વડોદરાના અકોટામાં 67 વર્ષની મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. શરદી ઉધરસ તાવની ફરિયાદ બાદ મહિલાને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે.
તો ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂના વધતાં કેસે ચિંતા વધારી છે. ભાવનગરમાં અકવાડા વિસ્તારની 58 વર્ષીય મહિલાનું સ્વાઇનફ્લુના કારણે મોત થયું છે. મૃતકની પૌત્રી પણ બીમાર હોવાથી આરોગ્ય વિભાગે પૌત્રીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. 2 એપ્રિલે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમને રિકવરી ન આવતા સારવાર દરમિયાન જ મોત થયું છે.
સ્વાઇન ફૂલના લક્ષણો
સ્વાઇન ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો જો આપને તાવ, માથામાં દુખાવો, કફ, ઉઘરસ, થાક અને નબળાઈ,શરીરમાં તીવ્ર દુખાવો, હાંફ ચઢવો, ગળામાં ખરાશ, ઉલટી, પેશાબ વધુ થવો જેવા કોઇ પણ લક્ષણો અનુભવાય તો વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
સ્વાઇન ફ્લૂમાં આ ઘરેલુ ઉપાય કરો
પાણી પીવું
ઉલ્ટી, ઝાડા, વારંવાર પેશાબ વગેરે સ્વાઈન ફ્લૂના લક્ષણો છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. આ માટે પુષ્કળ પાણી પીવો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. સાથે જ શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે.
હળદરવાળું દૂધ પીવો
હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે શરદી, ઉધરસ અને ચેપને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ડૉક્ટરની સલાહ લીધા પછી દિવસમાં બે વાર હળદરવાળું દૂધ પીવો. આ માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને તેનું સેવન કરો. આનાથી સ્વાઈન ફ્લૂના ચેપનું જોખમ ઘટે છે.
આમળા ખાઓ
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લુ સહિત અન્ય રોગોનું જોખમ પણ ઘટે છે. આ માટે રોજ આમળાનું સેવન કરો.