વેરાવળ: વાવાઝોડાના પગલે ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજા અને પોલીસની ટીમો દરિયા કાંઠા વિસ્તારમાં  ફરી લોકોને સતર્ક રહેવા સૂચના આપી રહી છે.  ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નજીક હીરાકોટ બંદર પર  SP મનોહરસિંહ જાડેજા પહોંચ્યા હતા.  જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક માછીમારો,  નેતાઓ સાથે ચર્ચા કરી હતી. 






ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા સોમનાથ મરીનના હિરાકોટ બંદરની મુલાકાત લઈ વાવાઝોડાની પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લોકોને જરુરુી સૂચનાઓ આપવામાં આવી હતી. 


ગીર સોમનાથના માથા સૂર્યા ગામે ભારે પવન સાથે વરસાદનું અગમન થયું છે.  ગ્રામ્ય વિસ્તારોમા ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે. વાવાઝાડના પગલે ગીર સોમનાથ એસપી અને પોલીસની ટીમો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓની મુલાકાત લઈ લોકોને સતર્ક રહેવા સૂચના આપી રહ્યા છે.  






નવાબંદર મરીન  પોલીસ દ્વારા દરિયાકિનારાના નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમજ ગામના સરપંચ અને આગેવાનો સાથે મીટીંગ કરી બિપોરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગ રુપે સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.  


ગીર સોમનાથનો દરિયો બન્યો ગાંડોતૂર, ગામની દીવાલો સુધી પહોંચ્યા મોજા


બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયોમાં જોવા મળી રહી છે. દરિયાના મહાકાય મોજા મૂળ દ્વારકા ગામના મકાનો સાથે અથડાઈ રહ્યા છે. દરિયામાં 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જે સીધા જ મકાનની દીવાલો સાથે અથડાઈ રહ્યા છે. ગામથી દરિયો 50થી 80 મીટર દૂર હોવા છતાં ગામની દીવાલો સાથે મોજા અથડાઈ રહ્યા છે. જેમ જેમ અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચી રહ્યું છે તેમ તેમ મૂળ દ્વારકા ગામની દીવાલો સાથે દરિયો અથડાઈ રહ્યો છે.


કોડીનારનું મુળ દ્વારકા બંદર ભયાવહ સ્થિતિમાં છે. લોકોના કિનારા પરના ઘરો અને દુકાનો સાથે મોજા અથડાઈ રહ્યા છે. દરિયો 20 ફૂટથી વધુ આગળ આવી ઘરો સુધી દસ્તક આપી રહ્યો છે. વાવાજોડાના પગલે ગીર સોમનાથ એસપી અને પોલીસની ટીમો દરિયા કાંઠા પર જોવા મળી છે. સુત્રાપાડા નજીક હીરાકોટ બંદરે એસપી મનોહરસિંહ જાડેજા પહોંચ્યા હતા.


બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ તિવ્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર છે. દ્વારકાથી વાવાઝોડું માત્ર 460 કિલોમીટર દૂર છે, જ્યારે નલિયાથી વાવાઝોડું માત્ર 550 કિલોમીટર દૂર છે.  પ્રચંડ ગતિ સાથે બિપરજોય વાવાઝોડું  આગળ વધી રહ્યુ છે.