Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લા પોલીસ વડા રવિ મોહન સેનીએ પ્રેસ કોફરન્સ કરી હતી. વાવાઝોડાની સંભવિત અસરને જોતા તમામ પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. પોલીસ વડાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ 100 નંબર પર જાણ કરી શકે છે. અમારી પીસીઆર વાન મદદ માટે પહોંચી જશે. લોકોને અપીલ કરી છું કે, કોઈપણ  દરિયા કિનારાના વિસ્તારોમાં ન જાય. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જતા રહે.


તો બીજી તરફ પોરબંદર જિલ્લા કલેકટરે પણ પ્રેસ કોફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, પોરબંદરનો દરિયા કિનારો ખૂબ જ લાંબો છે. કોઈને પણ દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, તેઓ દરિયો ખેડવા ન જાય. નેવી અને કોસ્ટગાર્ડની ટીમો પણ તૈયાર રાખવામા આવી છે. નેવી પાસે ચાર રેસ્ક્યુ બોર્ટ તૈયાર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ તમામ જરૂરિયાત માટે ખાતરી આપવામાં આવી છે.


તેમણે વધુમાં કહ્યું કે,આગામી ત્રણ દિવસ પોરબંદર માટે મહત્વના રહેશે. પોરબંદરના 31 ગામો દરિયા કિનારા પર આવેલા છે. કુલ 297 જેટલા આશ્રય સ્થાન આવેલા છે. સેવાભાવી સંસ્થાઓ અત્યારથી જ અમારો સંપર્ક કરી રહી છે. નાગરિકોએ ગભરાવાની જરુર નથી. કોઈ પણ નાગરિકો અફવાઓ ન ફેલાવે. 3500 લોકોને 30 ગામડાઓમાં કાંઠાથી દુર ખસેડવામાં આવશે. હાલમાં એક પણ બોર્ટ દરિયામાં નથી, તમામ માછીમારો કાંઠે આવી ગયા છે.


બિપરજોય વાવાજોડાની અસર ગુજરાતના દરિયા કિનારે વર્તાવા લાગી છે. પોરબંદર વોક-વેમાં પાણી ઘૂસી ગયા છે. ચમને જણાવી દઈએ કે, તાઉતે વાવાઝોડા બાદ પ્રથમ વખત આવું જોવા મળ્યું છે. બિપરજોય વાવાઝોડાની આજે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પોરબંદરના દરિયા કિનારા પર 25થી 30 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા છે. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરની વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.


 



બીપોરજોય નામનું વાવાઝોડું ધીમે- ધીમે આગળ વધી રહ્યું છે. તેમ પોરબંદરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠા ગામડાને સાવચેત કરાયા છે તો નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ટુકડા ગોસા ગામે સાયકોલોન સેન્ટરમાં અસરગ્રસ્ત લોકોને રહેવા,જમવા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પૂરતો જથ્થો રાખવા માટે અપીલ કરાઈ છે.