Biparjoy Cyclone:બિપરજોય વાવાઝોડું જખૌ તરફ આગળ વધી રહ્યું છે. મોડી સાંજે વાવાઝોડું લેન્ડફોલ કરે તેવો અનુમાન સેવાઇ રહ્યો છે. આ બધા જ વચ્ચે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે.


બિપરજોય વાવાઝડુ કચ્છ તરફ આગળ વધી રહ્યુ છે. જખૌથી માત્ર તે 170 કિલોમીટર દૂર છે. ત્યારે દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. સુરત ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બીકે વસાવાએ કહ્યું કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બીપરજોય વાવાઝોડું પસાર થઈ ગયું છે. સુરત અને દક્ષિણ ગુજરાત ઉપરથી વાવાઝોડાનો ખતરો દૂર  થયો  છે. જોકે હજુ 24 કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. સુરત ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બીકે વસાવાએ જણાવ્યું કે, વાવાઝોડુ પસાર થઇ ગયું છે પરંતુ તેની પોસ્ટ ઇફેક્ટ હજુ ચાલુ છે જેતી ભારે વરસાદ અને પવનની અસર છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં હજુ પણ હાઇટાઇડની સ્થિતિ છે.


વાવાઝોડુ પસાર થઇ ગયું પરતુ તકેદારીના ભાગરૂપે ડભારી સુવાલી અને ડુમ્મસના બીચ બંધ રખાયા છે. સુરતના સુંવાલી, ડુમસ અને ડભારી દરિયામાં હજુ કરંટ અને ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં હજુ પણ 7થી8 ફુટ ઉંચા મોજા  ઉછળી રહ્યા છે. વાવાઝોડાને પગલે મુન્દ્રા વિસ્તારોમાં વીજ પુરવઠો   ગુલ થયો છે. મુંદ્રા તાલુકા મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.


Cyclone Biparjoy : અમરેલીના જાફરાબાદના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, 29 ગામોને કરાયા એલર્ટ


કચ્છઃ બિપરજોય વાવાઝોડુ આજે કચ્છના દરિયા કિનારા પર ટકરાશે. વાવાઝોડુ જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 220 કિ.મી, નલિયાથી 225 કિ.મી, પોરબંદરથી 290 કિ.મી દૂર છે. વાવાઝોડાની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે.  વાવાઝોડાના સમયે 120થી 145 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થશે. વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ટકરાવવાનો અંદાજ છે.


કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઇ ગઇ છે. દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે.અમરેલીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદના દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા છે.